ઘરમાં વડીલો, વૃદ્ધોનું અપમાન કરો છો? તો જેલમાં જવા થઈ જાઓ તૈયાર 

માતા પિતા અને સીનિયર સિટીઝન્સના ભરણપોષણ અને કલ્યાણ માટે કેન્દ્ર સરકાર એક બિલ લાવી છે. જેમાં સંબંધોની વ્યાખ્યા નક્કી કરાઈ છે. આ સંબંધો માતા-પિતા અને વડીલોની દેખભાળ માટે જવાબદાર રહેશે. સામાજિક અધિકારત્વ અને ન્યાય મંત્રી થાવરચંદ ગેહલોતે સદનમાં આ બિલ આજે રજુ કર્યું. બિલમાં જોગવાઈ છે કે જો કોઈ પુત્ર કે પુત્રી, વહુ કે જમાઈ, દત્તક કે જૈવિક પુત્ર-પુત્રી પોતાના માતા પિતા કે ઘરના વડીલોનું અપમાન કરે કે તેમને છોડી દે કે પછી અપશબ્દો કહે કે શારીરિક રીતે પરેશાન કરે તો તેમને 3 મહિનાથી લઈને 6 મહિના સુધીની જેલની સજા કે 10,000 રૂપિયાનો દંડ કે બંને થઈ શકે છે. 
ઘરમાં વડીલો, વૃદ્ધોનું અપમાન કરો છો? તો જેલમાં જવા થઈ જાઓ તૈયાર 

નવી દિલ્હી: માતા પિતા અને સીનિયર સિટીઝન્સના ભરણપોષણ અને કલ્યાણ માટે કેન્દ્ર સરકાર એક બિલ લાવી છે. જેમાં સંબંધોની વ્યાખ્યા નક્કી કરાઈ છે. આ સંબંધો માતા-પિતા અને વડીલોની દેખભાળ માટે જવાબદાર રહેશે. સામાજિક અધિકારત્વ અને ન્યાય મંત્રી થાવરચંદ ગેહલોતે સદનમાં આ બિલ આજે રજુ કર્યું. બિલમાં જોગવાઈ છે કે જો કોઈ પુત્ર કે પુત્રી, વહુ કે જમાઈ, દત્તક કે જૈવિક પુત્ર-પુત્રી પોતાના માતા પિતા કે ઘરના વડીલોનું અપમાન કરે કે તેમને છોડી દે કે પછી અપશબ્દો કહે કે શારીરિક રીતે પરેશાન કરે તો તેમને 3 મહિનાથી લઈને 6 મહિના સુધીની જેલની સજા કે 10,000 રૂપિયાનો દંડ કે બંને થઈ શકે છે. 

ધ્યાન આપવા જેવી વાત એ છે કે જમાઈ અને વહુને આ વ્યાખ્યામાં સમાવવામાં આવ્યાં છે. જેનો અર્થ એ છે કે જો ઘરમાં સાસુ સસરા હશે તો તેમને પણ સન્માન આપવું પડશે. જમાઈ કે વહુને પણ પુત્ર અને પુત્રી ગણ્યા છે. 

માતા પિતા અને ઘરના વડીલો માટે તેમની દેખભાળ અને ભરણ પોષણ કે મેન્ટેઈનન્સની જવાબદારી તે સંબંધોની રહેશે. મેન્ટેઈનન્સનો અર્થ છે ભોજન, કપડાં, હાઉસિંગ, સુરક્ષા, દવાઓ સહિત તેમનું માનસિક અને શારીરિક સા સ્વાસ્થ્ય એ તમામ ચીજો મેન્ટેનન્સ અંતર્ગત આવશે. 

વડીલોની પરિભાષામાં માતા પિતા ઉપરાંત સાસુ સસરા, દાદા-દાદી, નાના-નાની એ લોકો પણ આવશે પછી ભલે તેઓ સીનિયર સિટીઝન હોય કે ન હોય. જો કોઈ વડીલનો કોઈ પુત્ર-પુત્રી ન  હોય તો તેમના ભરણ પોષણ દેખભાળની જવાબદારી તેમના સંબંધીની રહેશે. જો પ્રોપર્ટી વધુ લોકોમાં વહેંચાતી હોય તો તે તમામ લોકોએ વડીલ પ્રત્યે એક સાથે મળીને જવાબદારી નિભાવવી પડશે. 

જુઓ LIVE TV

વૃદ્ધ મેન્ટેનન્સ ન મળવાની સ્થિતિમાં ટ્રિબ્યુનલ જઈ શકે છે. જો તેઓ પોતે આ કામ ન કરવા માંગતા હોય તો કોઈ પ્રતિનિધિ દ્વારા આ કામ કરાવી શકે છે. ગુજરાન ચલાવવા માટેનું ભથ્થું કે જે 10,000 માટે લિમિટ હતી તેને વધારવા માટે ટ્રિબ્યુનલ આદેશ આપી શકે છે. એટલે કે 10,000ની મહત્તમ લિમિટ ખતમ થઈ ગઈ છે. 

આ જ પ્રકારના મામલાઓમાં ટ્રિબ્યુનલ 3 મહિનાની અંદર મામલા ખતમ કરશે. 80 વર્ષના ઉપરના વડીલો માટે 2 મહિનાની અંદર મામલો ખતમ કરવામાં આવશે. સરકાર કે સંસ્થા વડીલો માટે ડે કેર હોમ ખોલશે જે મલ્ટીસર્વિસ હશે. 

રાજ્ય સરકારો વૃદ્ધો માટે વ્યાપક પ્લાન બનાવશે. આ પ્લાન હેઠળ વડીલોની સંપત્તિ પ્રોપર્ટીના સંરક્ષણની જવાબદારી હશે. સીનિયર સિટીઝન 60 વર્ષના ઉપરને જ ગણવામાં આવશે. દરેક રાજ્યમાં હેલ્પલાઈન ખુલશે. સ્પેશિયલ પોલીસ યુનિટ રહેશે જે સીનિયર સિટીઝન માટે કામ કરશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news